VIDEO: શ્રીનગર: દાલ લેકમાં ભારે પવનના કારણે પ્રવાસીઓનું રેસ્કયૂ
સોર્સ : GSTV
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે અચાનક વાતાવરણ તેજ પવનના કારણે દાલ લેકમાં બોટિંગ કરતા પ્રવાસીઓનું રેસક્યૂ કરવું પડ્યુ હતુ... વિશ્વપ્રસિદ્ધ દાલ લેકમાં સિકારાની સવારી માણી રહેલા અનેક પ્રવાસીઓ અધવચ્ચે ફસાઈ ગયા હતા. પાણીમાં ઊભી થયેલી જોરદાર લહેરો અને તીવ્ર પવનને લીધે પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આ સ્થિતિમાં SDRF ની ટીમે રેસ્કયૂ કામગીરી શરૂ કરી હતી. SDRF ના જવાનોએ ભારે પવન અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પોતાની મોટર બોટ દ્વારા દાલ લેકના અલગ-અલગ વિસ્તારોમાં ફસાયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી કિનારે પહોંચાડ્યા હતા. તંત્રની આ ત્વરિત કાર્યવાહીને કારણે એક મોટી હોનારત ટળી હતી અને પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

