Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : After heavy rains, fields inundated in Keshod, big blow to farmers due to crop loss

VIDEO: ભારે વરસાદ બાદ કેશોદમાં ખેતરો જળમગ્ન, ખેડૂતોને પાક નુકસાનનો મોટો ફટકો

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ભારે વરસાદ બાદ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતાં એકરોએ જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ડ્રોન કેમેરાના દૃશ્યોમાં ખેતરોમાં ભરાયેલા પાણીની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળી, કપાસ સહિતના પાકને ભારે અસર થઈ છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી છે.

App Store