મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ

પવિત્ર અમરનાથ યાત્રા માટે જમ્મુમાં ઓન-ધ-સ્પોટ રજીસ્ટ્રેશન અને ટોકન વિતરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વાર્ષિક ત

પવિત્ર અમરનાથ યાત્રા માટે જમ્મુમાં ઓન-ધ-સ્પોટ રજીસ્ટ્રેશન અને ટોકન વિતરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વાર્ષિક તીર્થયાત્રામાં જોડાવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જમ્મુ પહોંચી રહ્યા છે, જેના કારણે રેલવે સ્ટેશન અને બેઝ કેમ્પ પર ભક્તિમય માહોલ સર્જાયો છે. વહીવટી તંત્ર દ્વારા તાવી રિવરફ્રન્ટ ખાતે વિશેષ ટોકન કાઉન્ટર્સ બનાવવામાં આવ્યા છે, જ્યાં શ્રદ્ધાળુઓને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ આરએફઆઈડી કાર્ડ આપવામાં આવી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આગામી ૩ જુલાઈથી શરૂ થનારી આ પવિત્ર યાત્રાના પ્રથમ જથ્થાને રવાના કરવા માટે તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો