મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : દાદર રેલવે સ્ટેશન પર વરસાદી દ્રશ્યો

મુંબઈમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે સવારથી જ શહેરના વિવિધ ભાગોમા

મુંબઈમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે સવારથી જ શહેરના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને દાદર રેલવે સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને પગલે મુંબઈ લોકલ ટ્રેન સેવાઓમાં પણ ૧૦ થી ૧૫ મિનિટનું મોડું થઈ રહ્યું છે, જેના કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાદર સ્ટેશન પર લોકોની ભીડ અને વરસાદી પાણી વચ્ચે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ સ્થળ પર તૈનાત છે અને પમ્પિંગ મશીનો દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નાગરિકોને અત્યંત જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળવા સલાહ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો