VIDEO: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી
સોર્સ : GSTV
નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે પરસ્પર હિતો, વેપાર, ઉર્જા અને આર્થિક સહયોગ વધારવા અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી. ભારત અને વેનેઝુએલા વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી વૈશ્વિક પરિદ્રશ્ય પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે આ હાઈ-પ્રોફાઈલ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. બેઠક બાદ બંને પક્ષો તરફથી પરસ્પર સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

