VIDEO : દ્વિતીય શ્રીક્ષેત્ર બારીપદામાં ધામધૂમથી યોજાયા પ્રભુના શાહી સ્નાન
સોર્સ : gstv
ઓડિશાના મયુરભંજ જિલ્લામાં આવેલા દ્વિતીય શ્રીક્ષેત્ર તરીકે પ્રખ્યાત બારીપદા ખાતે દેવસ્નાન પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય સ્નાનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપ્રભુને પવિત્ર સુગંધિત જળથી શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું, જેના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ અલૌકિક ઉત્સવ દરમિયાન સમગ્ર વાતાવરણ 'જય જગન્નાથ'ના નારા અને શંખનાદથી ગુંજી ઉઠ્યું હતું. સ્નાનયાત્રા બાદ પ્રભુ ગજાનન એટલે કે હાથી વેશમાં દર્શન આપશે, જેને જોવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

