Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: PM Modi visits France, eyes world on innovation and technology

VIDEO: PM મોદી ફ્રાન્સ પ્રવાસે, ઇનોવેશન અને ટેક્નોલોજી પર વિશ્વની નજર

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડાપ્રધાન નરેન્દ્ર આજથી  18 જૂન સુધી ફ્રાન્સના પ્રવાસે છે...પીએમ મોદી, G-7 સમિટમાં ભાગ લેશે.તેઓ ઇન્ડિયા ઇનોવેટ્સ ઇવેન્ટનું પણ  ઉદ્ઘાટન કરશે. ભારત અને ફ્રાન્સના સંબંધો સતત ગાઢ બન્યા છે. પીએમ મોદીની આ ફ્રાન્સની સાતમી સત્તાવાર મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. પીએમ મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે નાઈસમાં ઇન્ડિયા ઇનોવેટ્સ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ ભારત, ફ્રાન્સ અને વિશ્વના ટોચના ઇનોવેશન સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવે છે. ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ દરમિયાન યોજાનારી આ ઇવેન્ટ બંને દેશો વચ્ચે નવીનતા ભાગીદારીને પ્રોત્સાહન આપશે. ફ્રાન્સ અને અન્ય દેશોના 120થી વધુ ભારતીય કંપનીઓ,સ્ટાર્ટઅપ્સ અને અગ્રણી બિઝનેસ લીડર્સ, રોકાણકારો અને સીઈઓ ઇન્ડિયા ઇનોવેટ્સમાં ભાગ લે તેવી અપેક્ષા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. જે દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા હતા. હવે પીએમ મોદી ફ્રાન્સની મુલાકાત લઈ રહ્યા છે. આ મુલાકાત ભારત અને ફ્રાન્સ વચ્ચે ઉચ્ચ-સ્તરીય સંવાદની ગતિને પ્રતિબિંબિત કરે છે. તેનો મુખ્ય હેતુ ઇનોવેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજી, અર્થતંત્ર, સાંસ્કૃતિક સંબંધો અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. વડાપ્રધાન 18 જૂને મેક્રોન સાથે યુરોપના સૌથી મોટા ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ, વિવાટેક સમિટમાં હાજરી આપશે. વિવાટેક સમિટમાં ભારતીય પેવેલિયન હશે. જે આ વર્ષે સમિટમાં સૌથી મોટું છે. ઈન્ડિયા ઈનોવેટ્સ અને વિવાટેક સમિટ બંનેમાં વડા પ્રધાન મોદીની ભાગીદારી ભારતને નવીનતા, ડિજિટલ પરિવર્તન અને ઉદ્યોગસાહસિકતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રદર્શિત કરશે અને ભારતીય અને યુરોપિયન ટેકનોલોજી ઇકોસિસ્ટમ વચ્ચે નવી ભાગીદારીને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે.

App Store
ટોપિક્સ:g-7gstv newspm modi