VIDEO: કોંગ્રેસ માથી પવન ખેડા રાજ્યસભાની ટિકિટ મળી ગઈ
રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.આ યાદીમાં કોંગ્રેસના મીડિયા

રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.આ યાદીમાં કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાનું પણ નામ છે..એટલે આખરે તેમની રાજ્યસભાની ટિકિટ મળી ગઈ છે. આ એ જ પવન ખેડા છે, જેમણે ગત વખતે ટિકિટ ન મળવા પર કહ્યું હતું કે, 'કદાચ મારી તપસ્યામાં કોઈ ખામી રહી ગઈ હશે.'કોંગ્રેસે કર્ણાટકથી પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પવન ખેડા અને મન્સૂર અલી ખાનને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ મધ્ય પ્રદેશથી મીનાક્ષી નટરાજન, રાજસ્થાનથી નીરજ ડાંગી, તમિલનાડુથી પ્રવીણ ચક્રવર્તી અને ઝારખંડથી પ્રણવ ઝાને મેદાનમાં ઉતાર્યા છે. આ નામો દ્વારા કોંગ્રેસે સંગઠન, સામાજિક સંતુલન અને પ્રાદેશિક રાજકારણને સાધવાનો પ્રયાસ કર્યો છે.




