મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : હિમાચલના શિમલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વરસાદથી વાતાવરણ ખુશનુમા

હિમાચલ પ્રદેશની રાજધાની અને પ્રખ્યાત હિલ સ્ટેશન શિમલાના વિવિધ વિસ્

હિમાચલ પ્રદેશની રાજધાની અને પ્રખ્યાત હિલ સ્ટેશન શિમલાના વિવિધ વિસ્તારોમાં આજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. કાળઝાળ ગરમી અને બફારા બાદ પડેલા આ વરસાદને કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે અને તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે.  પ્રવાસીઓ અને સ્થાનિક લોકો છત્રીઓ સાથે વાતાવરણની મજા માણતા અને વરસાદમાં નહાતા જોવા મળી રહ્યા છે.આ વરસાદથી માત્ર ગરમીથી જ રાહત નથી મળી, પરંતુ ખેતી અને સફરજનના પાક માટે પણ આ પાણી ખૂબ જ અમૃત સમાન સાબિત થશે.

આ સમાચાર શેર કરો