Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Himachal Pradesh/ Horrific accident in Chamba: 7 people died

હિમાચલ પ્રદેશ/ ચંબામાં ભયાનક અકસ્માત: કાર ઊંડી ખીણમાં ખાબકતાં 7 લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
હિમાચલ પ્રદેશ/ ચંબામાં ભયાનક અકસ્માત: કાર ઊંડી ખીણમાં ખાબકતાં 7 લોકોના મોત
સોર્સ : gstv

Himachal Pradesh Chamba Accident | હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના પુખરી વિસ્તાર અંતર્ગત આવતા ચંબા-મસરૂંડ માર્ગ પર ગત બુધવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. છતરૂંડ નજીક એક બોલેરો ગાડી (HP-01C-2581) અચાનક ચાલકના કાબૂ બહાર જતાં માર્ગ કિનારે આવેલી એક ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક જ ગામના સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર વ્યાપી ગઈ છે.

App Store

મુંડન સંસ્કારમાં હાજરી આપીને પરત ફરતી વખતે નડ્યો અકસ્માત 

મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલી બોલેરો ગાડી ગ્રામ પંચાયત કુઠેડના મહલ ગામની હતી. મહલ ગામના રહીશો નજીકની જ પંચાયતના કાકડોથા ગામમાં આયોજિત એક બાળકના મુંડન સંસ્કારના પ્રસંગમાં (ધામ) સામેલ થવા માટે ગયા હતા. ત્યાં પ્રસંગ પત્યા બાદ અને ભોજન લીધા પછી તમામ લોકો રાત્રિના સમયે બોલેરો ગાડીમાં સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન છતરૂંડ પાસે ગાડી અનિયંત્રિત થઈ ખીણમાં પડી ગઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે વાહનના કુચ્ચેકુચ્ચા ઊડી ગયા હતા અને તેમાં સવાર છ લોકોના તો ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાઈ ગયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષો સામેલ છે.

સ્થાનિક લોકોએ કર્યું રેસ્ક્યુ, તંત્ર સામે રોષ

દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના લોકો સૌથી પહેલા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત તેમજ બચાવ કામગીરી (રેસ્ક્યુ) શરૂ કરી દીધી હતી. ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવીને ખીણમાં ઉતરીને મૃતદેહોને બહાર કાઢવાનું કામ કર્યું હતું. ત્યારબાદ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે, જે જગ્યાએ આ અકસ્માત થયો ત્યાં લાંબા સમયથી રોડની સાઈડમાં 'ક્રેશ બેરિયર' (સુરક્ષા દિવાલ/રેલિંગ) લગાવવામાં આવ્યા નથી. જો રસ્તા પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોત તો કદાચ આટલી મોટી દુર્ઘટનાને ટાળી શકાઈ હોત.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ચંબાના પોલીસ અધિક્ષક (SP) વિજય કુમાર સકલાનીએ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "છતરૂંડ પાસે બોલેરો વાહન દુર્ઘટનાગ્રસ્ત થવાની માહિતી મળતાં જ પોલીસ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર રાહત કામગીરીમાં જોડાયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્તો અંગેની સત્તાવાર ઓળખ અને અન્ય કાયદાકીય ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત પાછળના ચોક્કસ કારણોની દરેક પાસાથી તપાસ શરૂ કરી દીધી છે."