Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Sad accident in Jetpur, child dies while playing

VIDEO : જેતપુરમાં દુઃખદ અકસ્માત, રમતા રમતા બાળકનું મોત

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO : જેતપુરમાં દુઃખદ અકસ્માત, રમતા રમતા બાળકનું મોત
સોર્સ : GSTV

રાજકોટના જેતપુર તાલુકાના ચારણિયા ગામે હૃદયવિદારક ઘટના બની છે. અઢી વર્ષના માસૂમ બાળક સંદીપ સોલંકીનું પાણીની કુંડીમાં પડી જતાં મોત નીપજ્યું છે.શ્રમિક પરિવાર ખેતરમાં મજૂરી કરી રહ્યો હતો ત્યારે રમતા રમતા બાળક પાણી ભરેલી કુંડીમાં ખાબકી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને તરત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.માસૂમના અકસ્માતી મોતથી સમગ્ર શ્રમિક પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે. જેતપુર તાલુકા પોલીસે ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:sad accidentchild diesaccident