Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Locals get a big relief from extreme heat and humidity due to sudden change in West Bengal weather

VIDEO: પશ્ચિમ બંગાળ વાતાવરણમાં અચાનક પલટો આવતા સ્થાનિકોએ ભારે ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળના બેરકપુર જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા સ્થાનિકોએ ભારે ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત અનુભવી છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોરદાર ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. વીજળીના કડાકા અને તેજ પવન સાથે પડેલા વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા અને વાતાવરણમાં તાજગી અનુભવાઈ હતી. લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા બેરકપુરના લોકો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. આ વરસાદી માહોલને લીધે જિલ્લાભરમાં ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેનાથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

App Store
ટોપિક્સ:weatherhumidityrainwest bengal