મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:ANDARNI VAAT/અમરનાથ યાત્રા માટે ચંદ્રકોટ યાત્રી નિવાસ તૈયાર

જૂન મહિનાના પહેલી અઠવાડિયામાં પવિત્ર અમરનાથ યાત્રાની શરુ થઇ રહી છે ત્યારે જમ્મુ-કશ્મિર વહીવટીતંત્ર દ્

જૂન મહિનાના પહેલી અઠવાડિયામાં પવિત્ર અમરનાથ યાત્રાની શરુ થઇ રહી છે ત્યારે જમ્મુ-કશ્મિર વહીવટીતંત્ર દ્રારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમરનાથ યાત્રાના સૌથી મોટા પડાવ રામબન જિલ્લામાં આવેલા ચંદ્રકોટ યાત્રી નિવાસમાં તમામ તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. આ યાત્રી નિવાસમાં 3600 યાત્રીઓ રહી શકે તેટલી સુવિધા છે. ચંદ્રકોટ નિકાસમાં ડોરમેટરી તૈયારી કરી દેવામાં આવી છે. ત્રણ લેયરની ડોરમેટરી પર ગાદલા અને બીજી સુવિધા ઉભી કરી દેવામાં આવી છે. 1.5 એકરમાં ફેલાયાલા આ યાત્રી નિવાસમાં 30થી વધારે ત્રણ માળની બિંલ્ડીગની સુવિધા છે. આખા બિલ્ડીંગને સીસીટીવીથી સજ્જ કરી  દેવામાં આવ્યું છે. બિલ્ડીંગમાં ફાયરની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. 700થી વધારે ટોયલેટ ઉભા કરવામાં આવ્યા છે. વિજળી - પાણી અને મેડિકલની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. યાત્રીઓની સલામતી માટે આર્મી અને સીઆરપીએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ચંદ્રકોટ નિવાસ પર ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે. યાત્રી હાઉસમાં 30 જેટલા લંગર દ્રારા ભોજન અને ખાણીપાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ લંગર 24 કલાક ભોજનની સેવા પુરી પાડશે. ચંદ્રકોટમાં સૌથી મોટું લંગર પંજાબના ફિરોજપુરની નિલકંઠ મહાદેવ સેવા સમિતિ દ્રારા ઉભું કરવામાં આવ્યું છે. સમિતિના સેવાદારે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષ નિલકંઠ મહાદેવ સેવા સમિતિ લંગર ગોઠવે છે. યાત્રીઓને કોઇ અગવડતા ન પડે તેવી રીતે સેવાભાવી સંસ્થાઓ અને પ્રશાસન ઉત્તમ વ્યવસ્થા કરે છે. અમરનાથ યાત્રા ઓગસ્ટ મહિના સુધી ચાલશે. દેશના ખુણે ખુણેથી સેંકડો યાત્રાળુંઓ આ કઠીન યાત્રા કરે છે. અમરનાથ યાત્રા પર અંતકવાદી ખતરો પણ મંડરાયેલો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આખા રુટ પર સલામતીની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં પણ આવી છે.

--- બ્યુરો રિપોટ જીએસટીવી

આ સમાચાર શેર કરો