VIDEO: આસામના દિબ્રુગઢમાં આભ ફાટ્યું: મુશળધાર વરસાદથી શાળાએ જતા બાળકો ભારે મુશ્કેલીમાં
સોર્સ : GSTV
આસામના દિબ્રુગઢમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શાળાના સમય દરમિયાન પડેલા મુશળધાર વરસાદને લીધે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, જેના કારણે અનેક બાળકો સમયસર શાળાએ પહોંચી શક્યા ન હતા. સતત પડી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અવરજવરમાં ભારે અવરોધ સર્જાયો હતો. સ્થાનિક વહીવટીતંત્રે સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે. વરસાદને કારણે શાળાએ જવામાં પડતી આ મુશ્કેલીઓએ વાલીઓની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

