Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Ajay Rai under house arrest in Ayodhya

VIDEO: અજય રાય અયોધ્યામાં નજરકેદ

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયને અયોધ્યામાં પોલીસ દ્વારા નજરકેદ (હાઉસ અરેસ્ટ) કરવામાં આવ્યા છે. કોંગ્રેસના સાંસદો અને નેતાઓનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ રામ મંદિરમાં દર્શન કરવા માટે અયોધ્યા પહોંચવાનું હતું, તે પહેલાં જ વહીવટી તંત્ર દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે રામ મંદિરમાં કથિત ચંદા ચોરીના વિરોધથી ડરીને ભાજપ સરકારે સરમુખત્યારશાહી વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા દ્રશ્યોમાં પોલીસ અજય રાયને હોટેલમાંથી ગાડીમાં બેસાડીને લઈ જતી જોવા મળે છે. કોંગ્રેસ નેતાઓએ આ ધરપકડને ગેરબંધારણીય ગણાવીને વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી છે.

App Store