Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: A Muslim community unity and cultural goodwill of Uttar Pradesh

VIDEO: ઉત્તરપ્રદેશના મુસ્લિમની કોમી એકતા અને સાંસ્કૃતિક સદ્ભાવના

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના એક મુસ્લિમ કારીગરે કોમી એકતા અને સાંસ્કૃતિક સદ્ભાવનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ હુનરબાઝ કલાકારે પોતાની અદભુત કલાત્મકતાનો પરિચય આપતા મનમોહક  અને આરએસએસ રાષ્ટ્રીય જાગૃતિ સ્મારકનું નિર્માણ કર્યું છે જે વિવિધ સાંસ્કૃતિક અને રાષ્ટ્રવાદી વિષયોને સુંદર રીતે પ્રદર્શિત કરે છે. આ કલાકૃતિઓમાં ભારતીય સંસ્કૃતિના ગૌરવશાળી ઈતિહાસ, રામાયણના પવિત્ર પ્રસંગો અને રાષ્ટ્રીય ચેતનાના પ્રતીકોને ઝીણવટપૂર્વક કંડારવામાં આવ્યા છે. મુસ્લિમ કારીગરની આ પહેલની સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ભારે પ્રશંસા થઈ રહી છે. લોકો આ કદમને ધાર્મિક સૌહાર્દ અને ભાઈચારાનું એક મજબૂત પ્રતીક માની રહ્યા છે. મુરાદાબાદ હંમેશા તેના પિત્તળના માટે જાણીતું છે, પરંતુ આ પ્રકારનું મોડેલ કલાની સરહદોને ધર્મથી પર લાવે છે. કારીગરે જણાવ્યું કે કલા કોઈ ધર્મ કે બંધનોમાં નથી હોતી; તે માત્ર હૃદયના ભાવોને અભિવ્યક્ત કરવાનું માધ્યમ છે. રામ વાટિકા અને રાષ્ટ્રીય સ્મારકની આ પ્રતિકૃતિઓ આગામી સમયમાં વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનોનું મુખ્ય આકર્ષણ બનશે. આ અનોખા સર્જને સાબિત કર્યું છે કે કલાના માધ્યમથી સમાજમાં સકારાત્મકતા અને એકતાનો મોટો સંદેશ આપી શકાય છે.

App Store