Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: 3 years of Manipur crisis! Call for peace in Imphal, thousands of women take out rally demanding permanent solution

VIDEO: મણિપુર સંકટના 3 વર્ષ! ઈમ્ફાલમાં શાંતિની પોકાર, હજારો મહિલાઓએ રેલી કાઢી કાયમી ઉકેલની કરી માંગ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  મણિપુર રાજ્યમાં સર્જાયેલા સંકટને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે ઈમ્ફાલમાં શાંતિ દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસાનો અંત લાવવા અને ભાઈચારો પુનઃસ્થાપિત કરવાનો હતો.

App Store

નારી શક્તિની શાંતિ રેલી
આ પ્રસંગે ઈમ્ફાલના રસ્તાઓ પર એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્ર થઈને એક વિશાળ શાંતિ રેલી નિકાળી હતી. "અમને શાંતિ જોઈએ છે" (We Want Peace) ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ રેલી માત્ર વિરોધનું પ્રદર્શન નહોતું, પરંતુ મણિપુરની જનતાની સુરક્ષિત ભવિષ્ય માટેની પ્રબળ આશાનું પ્રતીક હતું.

કેન્દ્ર સરકાર પાસે નિર્ણાયક પગલાની માંગ
પ્રદર્શનકારી મહિલાઓએ કેન્દ્ર સરકારને સંબોધીને ભારપૂર્વક માંગ કરી હતી કે મણિપુરમાં ચાલી રહેલી અશાંતિનો હવે કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે. તેમણે માંગ કરી હતી કે સરકાર અસરકારક અને નિર્ણાયક પગલાં ભરે જેથી રાજ્યમાં ફરીથી સ્થિરતા આવે અને જનજીવન સામાન્ય બને. રેલી દરમિયાન મહિલાઓએ મૌન પાળીને હિંસામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને પોતાની શાંતિની અપેક્ષા વ્યક્ત કરી હતી.

પ્રગતિના પંથે આગળ વધવાનો મેસેજ
આ ઉજવણી દ્વારા મણિપુરની જનતાએ દેશ અને વિશ્વને એકસૂરે સંદેશ આપ્યો છે કે તેઓ હિંસાથી કંટાળી ગયા છે અને હવે માત્ર શાંતિ અને સુરક્ષા ઈચ્છે છે. રાજ્ય ફરી પ્રગતિના પંથે આગળ વધે તે માટે આંતરિક વિખવાદો દૂર કરી સુમેળભર્યું વાતાવરણ ઊભું કરવું તે સમયની માંગ છે.