VIDEO: ઉત્તર પ્રદેશના બલિયામાં સેલ્ફી બની મોતનું કારણ, ગંગા નદી કિનારે પગ લપસી જતા 4 યુવકો નદીમાં તણાયા, પરિવારમાં શોકનું મોજું
VIDEO: ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં એક અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે.જ્યાં ગંગા નદીના કિનારે મુંડન સંસ્કારના સમારોહ દરમિયાન સેલ્ફી લેવાના ચક્કરમાં ચાર યુવાનો નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસારઆ યુવાનો મુંડન વિધિમાં સામેલ થવા આવ્યા હતા અને નદી કિનારે ઉભા રહી મોબાઈલથી સેલ્ફી લઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક પગ લપસી જવાથી તેઓ પ્રવાહમાં તણાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરતા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને પોલીસ તેમજ ગોતાખોરોની મદદ લેવામાં આવી હતી.
આ ઘટનાને પગલે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે અને પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે જોખમી રીતે સેલ્ફી ન લેવા માટે વારંવાર અપીલ કરવામાં આવી હોવા છતાંસેલ્ફીની ઘેલછાને કારણે ચાર યુવાનો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.

