Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Turkey raises Kashmir issue at UN, India replies

તુર્કિયેએ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો ઉઠાવતા ભારતે આપ્યો જવાબ, કહ્યું- 'અમારા મામલામાં બહારના દેશોને નો એન્ટ્રી'

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
તુર્કિયેએ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો ઉઠાવતા ભારતે આપ્યો જવાબ, કહ્યું- 'અમારા મામલામાં બહારના દેશોને નો એન્ટ્રી'
સોર્સ : gstv

તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં કાશ્મીર મુદ્દે આપવામાં આવેલા નિવેદનને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે અને આ બાબત ભારતની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે જોડાયેલી છે. પ્રેસને સંબોધતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે UN જનરલ એસેમ્બલીમાં તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ દ્વારા ભારત અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અંગે કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓને ભારત નકારે છે.

App Store

આ મામલો ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે જોડાયેલો: MEA

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે, 'આ મામલો ભારતની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે જોડાયેલો છે, અને આ મુદ્દા પર કોઈપણ બાહ્ય પક્ષનો કોઈ અધિકાર કે ભૂમિકા નથી.'

કાશ્મીરને લઈને શું બોલ્યા હતા તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ?

24 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રને સંબોધતા એર્દોગને કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં એ જરૂરી છે કે કાશ્મીર મુદ્દા સહિત તમામ વિવાદોને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને સંબંધિત પ્રસ્તાવોના દાયરામાં વાતચીત દ્વારા ઉકેલવામાં આવે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની હાજરીમાં તેમણે આ વાત કરી હતી. એર્દોગને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે ફરી UNના મંચનો ઉપયોગ કર્યો હતો, જેની સામે ભારત સતત ત્રીજા પક્ષની દખલગીરીનો વિરોધ કરતું રહ્યું છે.

હોર્મુઝમાં ભારતીય ધ્વજ ધરાવતા 6 કોમર્શિયલ જહાજ: MEA

વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ભારતના ધ્વજવાળા 6 કોમર્શિયલ જહાજ હોર્મુઝમાં છે, જ્યારે 6 વિદેશી ધ્વજવાળા જહાજો ભારત તરફ કાર્ગો લાવી રહ્યા છે. આ કુલ 12 જહાજોમાં 163 ભારતીય નાવિકો સવાર છે. આ ઉપરાંત અન્ય જહાજો પર 4500 જેટલા ભારતીય નાવિકો હાજર છે, અને શિપિંગ મંત્રાલય તેમની સુરક્ષા પર સતત નજર રાખી રહ્યું છે.