Video: ખારઘરમાં ત્રણ ડ્રગ્સ પેડલર ઝડપાયા

મહારાષ્ટ્રના ખારઘરમાં નવી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે નશાના કારોબાર સામે કાર્યવાહી કરી છે. ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને એક મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની ટીમે આરોપીઓ પાસેથી 244 ગ્રામ ગાંજો અને 3.5 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર અંગે મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






