મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વલસાડ પછી હવે અહીં માલગાડી પાટા પરથી ઉતરી, ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

દેશમાં રેલ્વે દૂર્ઘટનામાં વધારો થયો છે. સુરત-વલસાડ લાઇન પર માલગાડી પાટા પરથી ઉતર્યા પછી હવે રાજસ્થાનમાં માલ

વલસાડ પછી હવે અહીં માલગાડી પાટા પરથી ઉતરી, ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

દેશમાં રેલ્વે દૂર્ઘટનામાં વધારો થયો છે. સુરત-વલસાડ લાઇન પર માલગાડી પાટા પરથી ઉતર્યા પછી હવે રાજસ્થાનમાં માલગાડી પાટા પરથી ઉતરી ગઇ હતી. રાજસ્થાનના અલવરમાં શનિવાર મોડી રાત્રે આ દૂર્ઘટના બની હતી. અલવરથી રેવાડી જતી માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જેને કારણે આ રૂટ પર રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. દૂર્ઘટનાની જાણ થતા જ રેલવે તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રેકનું સમારકામ શરૂ કર્યું હતું.

મળતી માહિતી અનુસાર, અલવરમાં શનિવાર મોડી રાત્રે માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી જતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ રેલવે તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને રેલ ટ્રેકને ફરી શરૂ કરવામાં લાગી ગયું હતું. દૂર્ઘટના મોડી રાત્રે 2.30 વાગ્યે બની હતી.

 માલગાડી અલવરથી રેવાડી રવાના થઇ હતી પરંતુ જેવી જ અલવરના બાબુ શોભારામ કોલેજ પાસે પહોંચી તે દરમિયાન માલગાડીના ત્રણ ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા હતા.

ટ્રેક પરથી ડબ્બા ઉતરી ગયા બાદ અલવર-મથુરા રેલ લાઇન પ્રભાવિત થઇ હતી પરંતુ હવે રૂટ ક્લિયર કરાવી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઇ નુકસાન થયું નથી.

આ સમાચાર શેર કરો