તમિલનાડુ CM MK સ્ટાલિન સહિત 4 હસ્તીઓના ઘરને બોમ્બથી ઉડાવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

સોર્સ : google
તમિલનાડુમાં મળેલા અહેવાલો મુજબ રવિવારે રાત્રે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને અભિનેતા અજિત કુમાર, અરવિંદ સ્વામી અને ખુશ્બુના ઘરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટના સામે આવતા જ ગભરાટ ફેલાયો હતો અને પોલીસે તપાસ શરૂ કરી હતી.
ડીજીપીની ઓફિસને મોકલ્યો ઇમેઇલ
તમિલનાડુથી મળતા અહેવાલ મુજબ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને અભિનેતા અજિત કુમાર, અરવિંદ સ્વામી અને ખુશ્બુના ઘરોને ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ પોલીસ મહાનિર્દેશક (DGP)ની ઓફિસને મોકલવામાં આવ્યો હતો. આ પછી પોલીસે તાત્કાલિક આ ચારેય સ્થળોની સુરક્ષામાં વધારો કરીને આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી હતી. હજુ સુધી પોલીસને આ જગ્યાએથી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

