VIDEO: 'આ પ્રશાસનિક નહીં, સસ્તું રાજકારણ છે', કોંગ્રેસ સાંસદનો રેલવે બોર્ડ પર આકરો પ્રહાર!
સોર્સ : gstv
કેરળના પાલક્કડ ખાતે રેલવે બોર્ડ દ્વારા પાલક્કડ રેલવે ડિવિઝનને લગતા લેવાયેલા તાજેતરના નિર્ણય પર કોંગ્રેસ સાંસદ શફી પરંબિલે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ પગલાને વહીવટી તર્ક વગરનો અને સંપૂર્ણપણે રાજકીય હિતોથી પ્રેરિત ગણાવ્યો છે. રેલવે બોર્ડનું આ પગલું કોઈપણ વહીવટી કે તાર્કિક દ્રષ્ટિકોણથી યોગ્ય નથી, પરંતુ સ્પષ્ટપણે માત્ર ને માત્ર એક રાજકીય નિર્ણય છે.
કેરળ ઝોનની ઉપેક્ષા
કોંગ્રેસ સાસંદે સવાલ ઉઠાવ્યો કે કેન્દ્ર સરકાર અને રેલવે બોર્ડ કેરળ માટે અલગ રેલવે ઝોનની રચના કેમ સ્વીકારતું નથી? કેરળ માટે અલગ રેલવે ઝોન બનાવવાની માંગણી ઘણા દાયકાઓથી ચાલી રહી છે, છતાં તેને સતત નજરઅંદાજ કરીને મંજૂરી આપવામાં આવી રહી નથી.

