VIDEO: "કોઈ ફાયરિંગ થયું જ નથી, રાહુલ ગાંધી પુરાવા આપે", હોસ્પિટલ અને ફાયરિંગના મુદ્દે સંબિત પાત્રાનો પલટવાર
વિદ્યાર્થી આંદોલન અને દિલ્હીની ઘટનાઓને લઈને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સામે ભારતીય જનતા પાર્ટી (BJP) એ આકરો પલટવાર કર્યો છે. ભાજપના સાંસદ સંબિત પાત્રાએ રાહુલ ગાંધીના દાવાઓને પાયાવિહોણા ગણાવતા તેમના પર જૂઠ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધી જાહેરમાં માંફી માંગતા નથી. કોર્ટમાં જઈને માંફી માંગે છે.
"કોઈ ફાયરિંગ થયું જ નથી, રાહુલ ગાંધી પુરાવા આપે"
રાહુલ ગાંધીના આરોપોને ફગાવતા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશથી વિદ્યાર્થીઓ પર ગોળીબાર (ફાયરિંગ) કરવામાં આવ્યો હતો. પીયૂષ ગોયલ, કિરેન રિજિજુ અને ભાજપે પોતે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં તદ્દન સ્પષ્ટ કરી દીધું છે કે ત્યાં કોઈ જ ગોળીબાર થયો નથી. જો તેમની પાસે કોઈ કારતૂસ કે બેલિસ્ટિક રિપોર્ટ હોય, તો કૃપા કરીને તે દેશ સમક્ષ રજૂ કરે."
"ગૃહમંત્રીની વાતચીત સાંભળવાનો દાવો હાસ્યાસ્પદ"
રાહુલ ગાંધીના દાવાઓ પર સવાલ ઉઠાવતા સંબિત પાત્રાએ ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો કે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રીની વાતચીત સાંભળી હતી. આ વાત કેવી રીતે શક્ય બની શકે? રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે યાદ અપાવ્યું કે ભૂતકાળમાં પણ તેમણે રાફેલ ડીલ મામલે સ્વર્ગસ્થ મનોહર પર્રિકર અને સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજને લઈને આવા જ અસત્ય દાવાઓ કર્યા હતા. સંબિત પાત્રાએ કહ્યું કે, હવે ફરી એકવાર રાહુલ ગાંધી કોઈપણ પુરાવા વગર આવા ગંભીર અને ભ્રામક દાવાઓ કરી રહ્યા છે.

