Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Shatrughan Sinha's big support for Mamata Banerjee: "With or without anyone, I will be with Mamata till the end"

VIDEO:ANDAR NI VAAT/મમતા બેનર્જી માટે શત્રુઘ્ન સિંહાનો મોટો ટેકો: "કોઈ સાથે હોય કે ન હોય, હું છેલ્લે સુધી મમતાની સાથે રહીશ"

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મમતા બનેર્જીનો સાથ એક પછી એક સાથીદાર છોડી રહ્યા છે ત્યારે અસનસોલના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ મમતા બેનર્જી પ્રત્યે વફાદારી નિભાવી છે. તેણે ખોખારો ખાઇને જાહેર કર્યું છે કે મમતા સાથે કોઇ હોય કે ન હોય પણ હું આજે મમતા સાથે છું અને છેલ્લે સુધી મમતા સાથે રહીશ. શત્રુઘ્ન સિંહા ટીએમસીના એક માત્ર સાંસદ છે જેણે ખુલીને આ વાત જાહેર કરી છે.

App Store

એક પછી એક મમતાના સાથીઓ સાથ છોડીને જઇ રહ્યા છે ત્યારે અસનસોલથી ટીએમસીના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ મમતા માટે રાહતના સમાચાર આપ્યા છે. શત્રુઘ્ન સિંહાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે હું મમતા બેનર્જીની સાથે જ રહીશ. હું એકલો રહું તો પણ એકલા ચાલોની નીતિ અપનાવીને મમતા બેનર્જી સાથે રહીશું. બીજી કોઇ જગ્યાએ જવાનો મારો કોઇ ઇરાદો નથી. શત્રુઘ્ન સિંહાના નિવેદન બાદ મમતા અને ટીએમસીના નેતાઓને હાશકારો થયો છે. કોઇ એક તો સાંસદ છે જે ખુલ્લીને કહે છે કે હું મમતા સાથે જ છું. ટીએમસીમાં છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા વિવાદ બાદ પહેલી વાર મમતાને રાહત મળી છે. ટીએમસીમાં શત્રુઘ્નસિંહા સિવાય ચારથી પાંચ સાંસદ હજુ મમતા સાથે છે પણ ખોંખારો ખાઇને કોઇ સાંસદે કહ્યું નથી કે હું મમતાને નહીં છોડું.

શત્રુઘ્ન સિંહાનું મુળ ભાજપમાં છે. 30 વર્ષ સુધી તેઓ ભાજપમાં રહ્યા છે. ભાજપની સરકારમાં તેઓ મિનિસ્ટર પણ રહ્યા હતા. સીધે સીધું બોલવાના અંદાજને કારણે તેઓ ચર્ચામાં રહે છે. ભાજપ સાથે વાંકુ પડ્યા બાદ તેઓ ટીએમસીમાં જોડાયા હતા અને આસનસોલથી સાંસદ બન્યા. શત્રુઘ્ન સિંહા મુળે બિહારના છે. બંગાળમાં બિહારી રાજનીતિ પણ ખુબ એક્ટીવ છે. બંગાળ અને બિહારની સરહદ એડીને આવેલી છે. વળી બંગાળમાં મુળ બિહારીની સંખ્યા પણ ખુબ મોટા પ્રમાણમાં છે. આ કારણે તેઓ બિહારને બદલે બંગાળથી આસાનથી જીત્યા છે. બંગાળમાં મમતાનું રાજકારણ અસામાન્ય તબક્કે આવીને ઉભું છે. શત્રુઘ્ન સિંહાના નામે બાગીએને મેસેજ આપવા માટે ટીએમસી પાસે બહાનું છે. શું શત્રુઘ્ન સિંહાના રસ્તે ચાલીને બીજા સાંસદો ખોંખારો ખાઇને બોલે છે કે નહીં તેના પર નજર છે.

ટોપિક્સ:gstvgstv newstmc