Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "There is an order from above so there will be no complaint..." Rahul Gandhi's big accusation against Delhi Police and Amit Shah!

VIDEO: "ઉપરથી ઓર્ડર છે એટલે ફરિયાદ નહીં થાય..." રાહુલ ગાંધીનો દિલ્હી પોલીસ અને અમિત શાહ પર મોટો આરોપ!

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવી દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને પહોંચીને કેન્દ્ર સરકાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ સામે આકરા પ્રહારો કર્યા હતા. 20જુલાઈના રોજ કનોટ પ્લેસ વિસ્તારમાં વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી ઈજાગ્રસ્ત થયેલા 19 વર્ષીય યુવાન સાહિલ લોચબને ન્યાય અપાવવા અને પોલીસ દ્વારા આ મામલે FIR નોંધવાની માંગ સાથે રાહુલ ગાંધીએ ધરણાં શરૂ કર્યા છે.

App Store

રાહુલ ગાંધીએ જણાવ્યું કે પીડિતના AIIMSના મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટપણે સામે આવ્યું છે કે યુવાનના શરીરમાં 200 થી વધુ પેલેટ ગનના છરા ઘૂસી ગયા છે. આ પૈકી ૩ છરા તેની આંખમાં વાગ્યા હતા, જેના કારણે તેણે પોતાની આંખની રોશની ગુમાવી દીધી છે. આ ઉપરાંત તેના હૃદયની નજીક પણ છરા ફસાયેલા છે, જેનું ઓપરેશન કરવું અત્યંત જોખમી છે.

"જો પોલીસે નથી ચલાવી તો પેલેટ ગન કોણે ચલાવી?

"રાહુલ ગાંધીએ પોલીસ પ્રશાસનના વલણ સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું:  દિલ્હી પોલીસનો દાવો છે કે તેમણે પેલેટ ગનનો ઉપયોગ કર્યો નથી. જો પોલીસે ફાયરિંગ નથી કર્યું, તો આ ગુનો કોણે આચર્યો?  એક નાગરિક પર આટલો મોટો હુમલો થયો હોવા છતાં પોલીસ કેસ નોંધવા કેમ તૈયાર નથી?"ઉપરથી ઓર્ડર હોવાનું કહી FIR નોંધવાનો ઈનકાર"રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કર્યો કે પોલીસ અધિકારીઓ તેમને જણાવી રહ્યા છે કે 'ઉપરથી ઓર્ડર' હોવાને કારણે તેઓ આ મામલે FIR નોંધી શકતા નથી. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી આ પીડિત પરિવારને ન્યાય નહીં મળે અને ઔપચારિક FIR નોંધવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ આ જગ્યા પરથી હટશે નહીં. તેમણે આરોપ લગાવ્યો હતો કે અમિત શાહના નેતૃત્વ હેઠળનું ગૃહ મંત્રાલય અને પોલીસ પીડિતને ન્યાય મળવા દેવા માંગતા નથી.  

ટોપિક્સ:GSTV NewsGujarati News