VIDEO: ANDARNI VAAT / કોલકાતાની મા દુર્ગાની મૂર્તિઓનો વિદેશમાં ડંકો, આંતરરાષ્ટ્રીય ઓર્ડર પૂર્ણ કરવા કારીગરો તલ્લીન!
પશ્ચિમ બંગાળના કોલકાતામાં આગામી દુર્ગાપૂજાના મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિદેશોમાં દુર્ગાપૂજાની ઉજવણી માટે મા દુર્ગાની ભવ્ય મૂર્તિઓ મોકલવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કોલકાતાના પ્રખ્યાત મૂર્તિકારો દ્વારા આંતરરાષ્ટ્રીય ઓર્ડર પૂર્ણ કરવા માટે દિવસ-રાત મહેનત કરવામાં આવી રહી છે. આ વર્ષે વિશ્વના વિવિધ દેશો જેવા કે અમેરિકા, કેનેડા, જર્મની, ઈટાલી, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ, યુગાન્ડા અને દુબઈમાંથી મોટા પ્રમાણમાં મૂર્તિઓ માટેના ઓર્ડર મળ્યા છે. વિદેશમાં વસતા ભારતીય સમુદાયો પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવા માટે દર વર્ષે આ મૂર્તિઓ મંગાવતા હોય છે..
અત્યાર સુધીમાં અમેરિકા માટે ૬ જેટલી મૂર્તિઓ રવાના કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય દેશો માટે ૧૨ થી ૧૩ મૂર્તિઓ તૈયાર થઈ ચૂકી છે અને વધુ ૧૦ મૂર્તિઓ બનાવવાની કામગીરી ચાલુ છે. મૂર્તિઓને દરિયાઈ માર્ગે વિદેશ મોકલવાની આ પ્રક્રિયા વર્ષોથી ચાલી આવે છે અને દરેક શિપમેન્ટને તેના નિર્ધારિત સ્થાન સુધી પહોંચવામાં અંદાજે ૮૦ થી ૯૦ દિવસ જેટલો સમય લાગે છે. સમયસર મૂર્તિઓ પહોંચાડવા માટે મૂર્તિકારો ખૂબ જ ચોકસાઈ સાથે કામ કરી રહ્યા છે. કોલકાતાના કારીગરોની આ કળા વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી રહી છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

