મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બુલડોઝર એક્શન પર દેશભરમાં 1 ઓક્ટોબર સુધી સુપ્રીમ કોર્ટે લગાવી રોક

સુપ્રીમ કોર્ટે 1 ઓક્ટોબર સુધી દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે ક

બુલડોઝર એક્શન પર દેશભરમાં 1 ઓક્ટોબર સુધી સુપ્રીમ કોર્ટે લગાવી રોક

સુપ્રીમ કોર્ટે 1 ઓક્ટોબર સુધી દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરવાનગી વગર દેશમાં કોઇ પણ જગ્યાએ બુલડોઝરની કાર્યવાહી ના થવી જોઇએ.

બુલડોઝર એક્શન વિરૂદ્ધ અરજી પર સુપ્રીમ કોર્ટ હવે એક ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહીની મહિમા મંડન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે- આ રોકાવું જોઇએ.

સોલિસિટર જનરલે કહ્યું કે નોટિસ બાદ જ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના પર જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે, રસ્તાઓ, શેરીઓ, ફૂટપાથ અથવા જાહેર સ્થળો પર થયેલા ગેરકાયદે બાંધકામોને યોગ્ય પ્રક્રિયા સાથે તોડી પાડવાની મંજૂરી આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી હતી.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેંચ સમક્ષ સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું હતું કે જ્યાં પણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે, તે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને કરવામાં આવી છે. ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ ખોટો છે. એક રીતે ખોટો નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યો છે.

બુલડોઝર એક્શન પર SC પહેલા જ વાંધો ઉઠાવી ચુક્યું છે

ગુજરાતી એક ઘટનાને લઇને સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેટલાક સમય પહેલા પણ બુલડોઝર જસ્ટિસ પર સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની પીઠે કહ્યું હતું કે કોઇ વ્યક્તિના કોઇ કેસમાં માત્ર આરોપી હોવાને કારણે તેના ઘર પર બુલડોઝર ના ચલાવી શકાય. આરોપી દોષી છે કે નથી તેને કોઇ ગુનો કર્યો હોય તો આ નક્કી કરવાનું કામ કોર્ટનું છે સરકારનું નથી.

આ સમાચાર શેર કરો