સુક્ખુ સરકારે ભાંગની ખેતીને આપી સત્તાવાર મંજૂરી, કેબિનેટમાં લેવાયા આ મોટા નિર્ણયો
હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુક્ખુ સરકારે શુક્રવારે (24 જાન્યુઆરી) મોટો નિર્ણય લ

હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુક્ખુ સરકારે શુક્રવારે (24 જાન્યુઆરી) મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ દ્વારા સત્તાવાર રૂપે ભાંગની ખેતીને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ રોહરૂની ડિગ્રી કોલેજનું નામ બદલીને રાજા વીરભદ્ર સિંહ ગવર્નમેન્ટ ડિગ્રી કોલેજ કરવાનો નિર્ણય લેવાયો છે.
કેબિનેટના મોટા નિર્ણય
કેબિનેટે હિમાચલ પ્રદેશમાં હોમ સ્ટે નીતિ પર પણ મહોર લગાવી છે. કૂલ્લુ જિલ્લાના તાંદીમાં આગથી નાશ પામેલા ઘરને 7 લાખની મદદ આપવામાં આવશે. આંશિક રૂપે બળેલા મકાનને 1 લાખ અને ગૌશાળા માટે 50 હજાર રૂપયાની ફાળવણી કરવામાં આવશે. આ સાથે જ 24 નવી VS6 વોલ્વો બસ ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
મત્સ્ય વિભાગમાં ભરતી
સરકારે IGMC હોસ્પિટલ, TMC અને ચમિયાનામાં રોબોટિક સર્જરી માટે મશીન ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય મત્સ્ય વિભાગમાં 28 પદ અને 9 બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની ભરતીની મંજૂરી આપવામાં આવી છે.
સુક્ખુ સરકારે પીડબ્લ્યુડી વિભાગ માટે 50 બોલેરો ગાડી ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ એક્સાઇઝ વિભામાં ફીલ્ડ ઇન્સપેક્ટર માટે 100 બાઇક ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.






