Video: ઇજાગ્રસ્તને આરએમએલ હોસ્પિટલ ખસેડાયા, સગીર ચાલક ફરાર

દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં એક સ્કોર્પિયો કારે રાહદારીને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે આરએમએલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચલાવનાર સગીર વયનો ચાલક અકસ્માત સર્જ્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને ફરાર સગીર ચાલક તેમજ વાહન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ચક્રો ગતિમાન કરાયા છે.
જાહેરાત







