Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The girl had a pen lid in her lungs and doctors continued to treat TB-asthma for 7 years!

VIDEO: તબીબી જગતને ચોંકાવતી ઘટના: બાળકીના ફેફસાંમાં પેનનું ઢાંકણું હતું અને ડોક્ટરો 7 વર્ષ સુધી ટીબી-દમની સારવાર કરતા રહ્યા!

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈના ધારાવીની એક બાળકીના ડાબા ફેફસામાં પેનનું ઢાંકણ ફસાયેલું હોવાની ખબર સાત વર્ષે પડી છે. તેને ટીબી અથવા દમની સારવાર આપવામાં આવી હતી પણ આ રોગ ન હતા પણ ફેફસામાં પેનનું ઢાંકણ ફસાયું હતું.

App Store

બાળકી જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે તેને ખાંસી થઈ હતી અને તેનું વજન અચાનક જ ઘટી ગયું હતું. બાળકીની માતા તેને ડોક્ટર પાસે લઈ ગઈ હતી અને ચેપી રોગ થયો છે તેવું વિચારીને તેને એન્ટીબાયોટિકસ આપીને સારવાર કરવાનો પ્રયત્ન થયો હતો. એક બે વધુ ડોક્ટરને બતાવ્યા પછી તેને બીએમસીની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાળકીને ગલફાનું સેમ્પલના લેબોરેટરી રિપોર્ટમાં ટીબી માટે નેગેટીવ આવ્યું પણ તેને ડોક્ટરોએ અન્ય લક્ષણો જોતા ટીબીની સારવાર ચાલુ કરી દીધી હતી.

ટીબીની સારવાર પછી પણ બાળકીની તબિયત સારી થઈ ન હતી. આથી બાળકી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીને દમ હોવાનું નિદાન કરીને ડોક્ટરે તેને રાહત માટે ઈન્હેલર (શ્વાસની દવા લેવાનું સાધન) લખી આપ્યા હતા.

બાળકોની એક હોસ્પિટલના ડોક્ટરે સીટી સ્કેન કરાવ્યું હતું અને તેમાં ફેફસા સાંકડા થઈ ગયા હોવાનું જણાયું હતું. જોકે ફેફસા બીજી રીતે નોર્મલ દેખાતા હતા. ડોક્ટરને આના પરથી શંકા ગઈ કે કઈ બાહ્ય ચીજ ફેફસામાં છે. ડોક્ટરે બાળદર્દીની બ્રોન્કોસ્કોપી (પાતળી નળી મોં કે નાક દ્વારા અંદર દાખલ કરીને શું ફસાયું છે તેનું નિદાન કરવું) કરાવી હતી.

બ્રોન્કોસ્કોપીમાં જાણ થઈ હતી કે પેનનું ઢાંકણ ગળી ગયુ છે. જે બાદ પેનનું ઢાંકણ બહાર કાઢવામાં આવ્યું હતું ને પછી બાળકીને રાહત થઈ હતી. બેથી ત્રણ સપ્તાહ પછી તેનો ન્યુમોનિયા ઓછો થયો હતો અને તેના ફેફસાનો એક તૃતિયાંસ હિસ્સો ટીસ્યુડેમેજને કારણે થોડા દિવસ પછી ઓપરેશનથી કાઢી લેવામાં આવ્યો હતો.

આ બાળકીનો સાત વર્ષ પીડા ભોગવવી પડી અને એક સાચા નિદાન પછી તે હવે સામાન્ય જીવન જીવી શકશે તે રાહતની વાત છે. બાળકોમાં ફસાયેલા પ્લાસ્ટિક પાટર્સ ચેસ્ટ એક્સ-રેમાં જોઈ શકાતા નથી. સીટી સ્કેન કરવું જરૃરી છે તેવું તારણ આ ઘટનાથી કાઢી શકાય છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News