VIDEO: મહારાષ્ટ્રના જળગાંવમાં તબીબી સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ...
સોર્સ : GSTV
મહારાષ્ટ્રના જળગાંવમાં તબીબી સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી ગિરીશ મહાજને તાજેતરમાં જ આધુનિક તબીબી સુવિધાઓ અને જીવન રક્ષક પ્રણાલીથી સજ્જ એક નવી એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ એમ્બ્યુલન્સમાં કટોકટીના સમયમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આઈસીયુ સ્તરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું હતું કે, આ આધુનિક એમ્બ્યુલન્સ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના ગરીબ દર્દીઓ માટે સંજીવની સાબિત થશે અને કટોકટીની સ્થિતિમાં કિંમતી જીવ બચાવવામાં મદદરૂપ બનશે..

