Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Maharashtra / 6 killed as stone wall collapses on devotees at Margubai Devi temple

VIDEO: મહારાષ્ટ્ર / મરગુબાઈ દેવી મંદિરે શ્રદ્ધાળુઓ પર પથ્થરની દીવાલ ધરાશાયી થતા 6ના મોત

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જત તાલુકાના મોટેવાડી ગામે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મરગુબાઈ દેવીના મંદિરે ધાર્મિક ઉત્સવમાં ઉમટેલા શ્રદ્ધાળુઓ પર કાળઝાળ વરસાદ અને વાવાઝોડા દરમિયાન એક પથ્થરની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભારે પવનને કારણે બાજુના શેડનું પતરું ઉડીને દીવાલ પર પડતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ અધિક્ષક તુષાર દોશીએ જણાવ્યું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને હાલ તેમની સ્થિતિ જોખમ બહાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તંત્ર દ્વારા હાલ ઘટનાસ્થળે વધુ તપાસ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

App Store