VIDEO: તેલંગાણામાં સૌથી મોટો જમીન ગોટાળો! 1 કરોડ એકર જમીન અટકાવી 30 ટકા કમિશનની વસૂલાત? ભાજપનો ધડાકો
તેલંગાણામાં કોંગ્રેસ સરકાર સામે ભાજપે જમીન કૌભાંડ અને મોટા પાયે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકીને મોરચો ખોલ્યો છે. ભાજપના સાંસદ ડૉ. કે. લક્ષ્મણે આક્ષેપ કર્યો છે કે સત્તામાં આવ્યાના પહેલા દિવસથી જ કોંગ્રેસ સરકાર જમીન વિવાદો, સેટલમેન્ટ અને કૌભાંડોમાં સંડોવાયેલી રહી છે.
1 કરોડ એકર જમીન પર પ્રતિબંધ, 30% કમિશનનો ખેલ
કોઈપણ પૂર્વ નોટિસ કે સર્વે વિના લાખો કરોડ રૂપિયાની કિંમત ધરાવતી અંદાજે એક કરોડ એકર ખાનગી જમીનોને સરકારે રાતોરાત 'પ્રતિબંધિત યાદી' (Section 22A) હેઠળ મૂકી દીધી છે. જમીનમાલિકોને પરેશાન કરીને હવે તેમની સાથે સેટલમેન્ટ માટે સોદાબાજી કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત યાદીમાંથી જમીન મુક્ત કરવા માટે 30% જેટલા કમિશનની માંગણી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ થયો છે.
ભાજપે જણાવ્યું કે સંબંધિત મહેસૂલ મંત્રીએ ભૂલ સ્વીકારીને જનતાની માફી માંગી છે, પરંતુ માત્ર માફીથી કામ નહીં ચાલે; તેમણે તાત્કાલિક રાજીનામું આપવું પડશે. ભાજપે સમગ્ર મામલે નિષ્પક્ષ અને વિસ્તૃત તપાસની માંગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના મકાન અને જમીનના રક્ષણ માટે રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવશે.

