VIDEO: તેલંગાણામાં BRS કાર્યકર્તાઓની કેન્દ્રીય રાજ્ય મંત્રી બંડી સંજય કુમારના રાજીનામાની માંગ, લગાવ્યા ગંભીર આરોપ
સોર્સ : gstv
તેલંગાણાના કરીમનગરમાં ભારત રાષ્ટ્ર સમિતિના કાર્યકરો દ્વારા વિવિધ મતવિસ્તારોમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. BRS કાર્યકર્તાઓ કેન્દ્રીય રાજ્ય મંત્રી બંડી સંજય કુમારના રાજીનામાની માંગ પર અડગ છે. આરોપ છે કે બંડી સંજય કુમાર પોક્સોએક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી એવા પોતાના પુત્રને કાયદાકીય કાનૂની ગાળિયાથી બચાવવા માટે પોતાના પદનો દુરુપયોગ કરી પ્રોટેક્શન આપી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનને કારણે વિસ્તારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

