Video: છઠ પર્વની ભક્તિનો માહોલ

બિહારના પટનામાં છઠ પૂજાના બીજા દિવસે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો છે. દીઘા ઘાટ પર ખરનાના પવિત્ર અનુષ્ઠાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. વ્રતધારી મહિલાઓ અને પુરુષોએ પરંપરાગત વિધિ પ્રમાણે પૂજા-અર્ચના કરી હતી. છઠી મૈયાની આરાધના સાથે શ્રદ્ધાળુઓએ પરિવારની સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીની કામના કરી હતી. ઘાટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર પટનામાં છઠ પર્વની ભક્તિનો રંગ છવાયો છે.
જાહેરાત






