પશ્ચિમ બંગાળમાં મંજૂરી વગર ચાલતા મદરેસાઓનો કરાયો સર્વે, 100 મદરેસાને નોટિસ ફટકારી

પશ્ચિમ બંગાળમાં મંજૂરી વગર ચાલતા મદરેસાઓનો સરવે કરવામાં આવ્યો હતો, આ સરવે તૈયાર થઇ ગયા બાદ હવે રાજ્ય સરકારે ૨૫૨ મદરેસાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે અન્ય ૧૦૦ જેટલા મદરેસાને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે.પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર દ્વારા મદરેસાઓને લઇને રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ક્યા મદરેસા કાયદેસર અને ક્યા ગેરકાયદે ચાલી રહ્યા છે તેની ચકાસણી આ અભિયાનમાં કરવામાં આવી રહી છે. આશરે ૨૩૯૬ જેટલા અમાન્ય મદરેસાઓની ઓળખ હાલ કરવામાં આવી છે.
રાજ્યના સરવે મુજબ સરકારે ૨૫૨ મદરેસાને તાળા મારવાની તૈયારી કરી લીધી છે. આ એવા મદરેસા છે કે જેની પાસે યોગ્ય મંજૂરી નથી. આ ઉપરાંત ૧૦૦ મદરેસાઓને કારણ બતાવો નોટિસ પણ પાઠવવામાં આવી છે. રાજ્યના આશરે ૨૨ જેટલા જિલ્લામાં રાજ્ય સરકારે મદરેસાઓનો સરવે કરાવ્યો હતો. જેમાં ફન્ડિંગ, વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની વિગતો, મંજૂરી પ્રાપ્ત અને બિનમંજૂરી પ્રાપ્ત મદરેસાઓની ઓળખ કરવી વગેરેનો સમાવેશ સરવેમાં કરાયો હતો.

