VIDEO: અમદાવાદ : પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વાતાવરણ પલટાતા ધોધમાર વરસાદથી નગરજનોને ગરમીથી રાહત
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે..અને શહેરીજનોને ઉકળાટ અને ગરમીથી મોટી રાહત મળી છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે..શહેરના બાપુનગર, હીરાવાડી, સૈજપુર બોઘા તેમજ આસપાસના અનેક મુખ્ય વિસ્તારોમાં અચાનક વરસાદ ખાબક્યો હતો. વાહનચાલકોને થોડી રાહતની સાથે વાહનવ્યવહારમાં સાવચેતી રાખવી પડી હતી. હવામાનમાં આવેલા આ અણધાર્યા પલટાથી સમગ્ર શહેરમાં ખુશનુમા અને ઠંડકભર્યો માહોલ છવાઈ ગયો છે.

