Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Punjabi voice reverberated in London! Diljit Dosanjh's big announcement for India

VIDEO: લંડનમાં ગૂંજ્યો પંજાબી અવાજ! દિલજીત દોસાંઝની ભારત માટે મોટી જાહેરાત, આ તારીખે અમદાવાદમાં થશે શો

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝે વેમ્બલી સ્ટેડિયમમાં પોતાના કોન્સર્ટ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શો કરવાની જાહેરાત કરી. તેમણે લંડનના આ વેન્યૂમાં એક કલાકાર તરીકે પરફોર્મ કરનારા પ્રથમ પંજાબી સિંગર બનીને ઇતિહાસ રચ્યો અને આ દરમિયાન દર્શકોએ જોરદાર તાળીઓ અને ચિયર્સ સાથે તેમનું સ્વાગત કર્યું.

App Store

અગામી શો ભારતમાં કરશે દિલજીત

પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝે (Diljit Dosanjh) શનિવાર, 12 સપ્ટેમ્બરે લંડનના વેમ્બલી સ્ટેડિયમ (Wembley Stadium)માં પોતાના કોન્સર્ટ દરમિયાન જાહેરાત કરી કે તેઓ આગામી સમયે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરશે. આ જાહેરાત તેમના 'ઓરા વર્લ્ડ ટુર' દરમિયાન કરવામાં આવી અને દર્શકોએ આનું જોરદાર સ્વાગત કર્યું.

બાદમાં દોસાંઝે અમદાવાદ શોની તારીખની પુષ્ટિ કરતા દર્શકોને કહ્યું, 'અમે 21 નવેમ્બર, 2026ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરીશું'. આ કોન્સર્ટ 2024માં તેમના 'દિલ-લુમિનાટી ઇન્ડિયા ટુર' પછી અમદાવાદમાં તેમની વાપસી હશે. નવેમ્બરમાં યોજાનારા શો માટે ટિકિટ, કિંમત અને બુકિંગની માહિતી હજુ જાહેર કરવાની બાકી છે.

કોલ્ડપ્લે વિશે કરી વાત

વેન્યૂ વિશે વાત કરતા, દોસાંઝે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાવ્યું અને ત્યાં કોલ્ડપ્લેના કોન્સર્ટનો પણ ઉલ્લેખ કર્યો.

કોલ્ડપ્લેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, 'સૌથી મોટું સ્ટેડિયમ ભારતમાં છે - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium). એક વિદેશી બેન્ડે ત્યાં તમામ ટિકિટો વેચી દીધી હતી. તેમના માટે સન્માન છે, ખૂબ-ખૂબ અભિનંદન! પરંતુ જો ભારતમાં કોઈ સ્ટેડિયમ હોય અને ત્યાં કોઈ પંજાબી પરફોર્મ ન કરે, તો એવું તો બની જ ન શકે'.

પ્રથમ પંજાબી કલાકાર બની રચ્યો ઇતિહાસ

વેમ્બલીમાં, દોસાંઝ આ વેન્યૂ પર મુખ્ય કલાકાર તરીકે પરફોર્મ કરનારા પ્રથમ પંજાબી ગાયક બન્યા. શોની શરૂઆત 'પંજાબી આ ગયે વેમ્બલી ઓયે!' સાથે કરતા, તેમણે ખચોખચ ભરેલી ભીડને કહ્યું કે આ ક્ષણ 'ઇતિહાસના પાનાઓ પર અંકિત થઈ જશે'. બે કલાકથી વધુ ચાલેલા આ કોન્સર્ટમાં તેમણે GOAT, લવર, હંસ-હંસ અને બોર્ન ટુ શાઇન જેવા ગીતો ગાયા.

90,000 લોકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં અલગ-અલગ બેકગ્રાઉન્ડના ફેન્સને ગાતા અને નાચતા જોવામાં આવ્યા. દોસાંઝે દર્શકો સાથે વાતચીત પણ કરી અને બાળકો તેમજ એક વૃદ્ધ મહિલા સહિત અનેક ફેન્સને સ્ટેજ પર બોલાવ્યા.

કોન્સર્ટનો તેમણે 'મેં હૂં પંજાબી' ગીત અને આતશબાજી સાથે અંત કર્યો. આ રીતે વેમ્બલી શો પૂરો થયો અને હવે દિલજીત અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છવાઈ જવા માટે તૈયાર છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News