Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court's question to the government on the issue of student agitation; What is the SOP for using a pellet gun?

VIDEO: વિદ્યાર્થી આંદોલન મુદ્દે સુપ્રીમ કોર્ટનો સરકારને સવાલ; પેલેટ ગનનો ઉપયોગ કરવાની SOP શું છે?

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના જંતર મંતર પર આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓ પર 'મેટાલિક પેલેટ ગન'ના ઉપયોગના વિવાદે હવે કાનૂની સ્વરૂપ ધારણ કર્યું છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી પોલીસને પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરવા અંગેના તેના સ્ટેન્ડિંગ ઓર્ડર અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે. અરજદારોનો દાવો છે કે વર્તમાન પોલીસ ગાઇડલાઇન્સ મુજબ પ્રદર્શન દરમિયાન ધાતુના પેલેટ્સ વાપરવાની મંજૂરી નથી.

App Store

ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.

શું ભીડ હિંસક હતી? — અરજદાર તરફથી વરિષ્ઠ વકીલની દલીલ

અરજદારો તરફથી રજૂ થયેલા વરિષ્ઠ એડવોકેટ વ્રિન્દા ગ્રોવરે કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ સામે જે હથિયાર વાપરવામાં આવ્યા તે 'મેટાલિક પ્રોજેક્ટાઇલ્સ' હતા, જે સામાન્ય રબર કે પ્લાસ્ટિકના પેલેટ્સ કરતાં તદ્દન અલગ અને વધુ ઘાતક હોય છે.

પેલેટ્સ રબર, પ્લાસ્ટિક કે મેટાલિક હોઈ શકે છે. પરંતુ આ કેસમાં શરીરમાંથી ધાતુના પેલેટ્સ મળી આવ્યા છે. ટોળાના સ્વરૂપ પરથી નક્કી થાય કે કયું બળ વાપરવું. શું ત્યાં હિંસક ટોળું હતું? બિલકુલ નહીં. છતાં પણ મેટાલિક પેલેટ્સ છોડવામાં આવ્યા. 

- વરિષ્ઠ એડવોકેટ વ્રિન્દા ગ્રોવર

જોકે, જસ્ટિસ બાગચીએ નોંધ્યું હતું કે પોલીસ નિયમોમાં અસાધારણ સંજોગોમાં જ પેલેટ ગનના ઉપયોગની જોગવાઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો નિયમોને પડકારવામાં ન આવે, તો 'ગ્રેડેડ અપ્રોચ' ના ભાગરૂપે ચોક્કસ સ્થિતિમાં તેનો ઉપયોગ ગણવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટનું વલણ: અહિંસક આંદોલનની તરફેણ પરંતુ સુરક્ષા પણ જરૂરી

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે આ કેસમાં પેલેટ્સનો ઉપયોગ વાજબી હતો કે નહીં તેની તપાસ કરવા તૈયાર છે, પરંતુ અરજદારોએ પહેલા એ સાબિત કરવું પડશે કે પોલીસે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

CJI એ સૂચન કર્યું કે સમગ્ર નિયમોને પડકારવાને બદલે અરજદારોએ કોર્ટ પાસેથી પેલેટ ગનના ઉપયોગ અંગે યોગ્ય ગાઈડલાઈન બનાવવાની માગ કરવી જોઈએ. જસ્ટિસ બાગચીએ ઉમેર્યું કે કોર્ટ વિદ્યાર્થીઓના અહિંસક આંદોલનના અધિકારનું સમર્થન કરે છે, પરંતુ પોલીસકર્મીઓની સુરક્ષા અને પરિસ્થિતિની ગંભીરતા મુજબ તબક્કાવાર બળપ્રયોગ જરૂરી બની જાય છે.