Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi Jantar Mantar Supreme stay on harsh action against students below 18 years

VIDEO: દિલ્હી જંતર મંતર 18 વર્ષથી ઓછી વયના વિધાર્થીઓ પર કઠોર કાર્યવાહી પર સુપ્રીમની રોક

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હી જંતર-મંતર પર NEET પેપર લીક વિરુદ્ધના વિરોધ પ્રદર્શન કેસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે દેશભરમાં વિદ્યાર્થીઓ સામે કોઈ કઠોર કાર્યવાહી પર રોક લગાવી છે.કોર્ટે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જોકે, ગુનાહિત રેકોર્ડ ધરાવતા પ્રદર્શનકારીઓને આ રાહત મળશે નહીં. સુપ્રીમ કોર્ટે વિરોધ સંબંધિત તમામ CCTV ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ અને અન્ય પુરાવાઓ સાચવવાનો નિર્દેશ આપ્યો છે. વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી જાહેર ન કરવા પણ કહ્યું છે. કેન્દ્ર અને સાત રાજ્યોને નોટિસ જારી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે વિરોધ પ્રદર્શન લોકશાહીનો ભાગ છે અને તપાસ સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ હોવી જોઈએ. ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવશે

App Store