મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ મામલે EDને પ્રશ્ન કર્યો, શુક્રવારે વધુ સુનાવણી

દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારતી દિ

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ મામલે EDને પ્રશ્ન કર્યો, શુક્રવારે વધુ સુનાવણી

દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે (30 એપ્રિલ) EDના વકીલ એએસજી એસવી રાજુને આગામી તારીખે પાંચ પ્રશ્નોના જવાબ આપવા જણાવ્યું છે. કેટલાક પ્રશ્ન કેજરીવાલની ધરપકડના સમય સાથે સંબંધિત છે. જો કે આ બાબતની આગામી 3 મે 2024 શુક્રવારે થશે.

જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે ગઈકાલે એક કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ આ કેસની વિગતવાર સુનાવણી કરી હતી. કોર્ટે EDને પ્રશ્નો પૂછ્યા હતા જેમાં સ્પષ્ટતા માંગવામાં આવી હતી. ધરપકડના સમય (સામાન્ય ચૂંટણી પહેલા) મામલે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

કોર્ટે પૂછ્યું કે, "સ્વતંત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તમે તેને નકારી શકો નહીં. પ્રશ્ન ધરપકડના સમયને લગતો છે, જેમ કે તેમણે દલીલ કરી છે કે ધરપકડનો સમય સામાન્ય ચૂંટણીઓ પહેલાનો છે.” 

આ સમાચાર શેર કરો