Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court fines Uttarakhand Election Commission!

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચ સામે ફટકાર્યો દંડ! કહ્યું, "ચૂંટણી પંચનું સ્પષ્ટીકરણ કાયદા વિરૂદ્ધ છે"

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચ સામે ફટકાર્યો દંડ! કહ્યું, "ચૂંટણી પંચનું સ્પષ્ટીકરણ કાયદા વિરૂદ્ધ છે"
સોર્સ : GSTV

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચ સામે કડક કાર્યવાહી કરી છે. કોર્ટે ઉત્તરાખંડ હાઇકોર્ટ દ્વારા કમિશનના ગેરબંધારણીય સ્પષ્ટીકરણ પરના સ્ટેને પડકારતી અરજીને ફગાવવા સાથે તેમના પર બે લાખનો દંડ ફટકાર્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદિપ મહેતાની બેન્ચે પ્રશ્ન ઉઠાવ્યો કે કમિશન બંધારણીય જોગવાઇનું ઉલ્લંધન કેવી રીતે કરી શકે. હાઇકોર્ટે કમિશનના સ્પષ્ટીકરણ પર સ્ટે મુક્યો હતો, જેમા કહેવાયુ હતું કે, ઉમેદવારનું નામ એક કરતા વધુ ગ્રામ પંચાયતની મતદાર યાદીમા હોવા છતાં ચૂંટણી લડવા માટે લાયક છે. આ આધારે તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે નહી. 

App Store

હાઈકોર્ટના આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકારાયો

ચૂંટણી પંચ અંગે આ વર્ષે જૂલાઇમા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેમા કહેવામાં આવ્યું હતું કે, આ સ્પષ્ટતા પ્રથમ દ્રષ્ટિએ ઉત્તરાખંડ પંચાયતી રાજ અધિનિયમ, 2016ની વિરુધ્ધ છે. અરજદાર ચૂંટણી પંચે હાઇકોર્ટમા જણાવ્યું હતું કે, એવા અનેક કિસ્સા છે જ્યાં ઉમેદવારોના નામ વિવિધ મતદાર યાદીમાં જોવા મળ્યા હતાં અને તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું જ્યારે કાયદો સ્પષ્ટ પણે એક કરતા વધુ પ્રાદેશિક મતવિસ્તારમા અથવા એક કરતા વધુ મતદાર યાદીમાં મતદારની નોંધણી પર પ્રતિબંધ મુકે છે, અને આ એક વૈધાનિક પ્રતિબંધ છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સમજૂતી કલમ 9 ની પેટા કલમ 6 અને 7 હેઠળના પ્રતિબંધની વિરુધ્ધ જણાય છે.