મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને આપી રાહત, લેખિત માંફી માંગ્યા બાદ બંધ થયો આ કેસ

Supreme court closes Case Baba Ramdev And Patanjali Case | સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરૂદ્ધ પતંજલિ પ્રોડક્ટ્સને લઇને ચાલી રહેલા અવમ

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને આપી રાહત, લેખિત માંફી માંગ્યા બાદ બંધ થયો આ કેસ

સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરૂદ્ધ પતંજલિ પ્રોડક્ટ્સને લઇને ચાલી રહેલા અવમાનના કેસને બંધ કરી દીધો છે. મહત્ત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે ખોટી જાહેરાત મામલે યોગ ગુરુ રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને અવમાનના નોટિસ પર 14 મેએ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.

આ પહેલા પતંજલિ આયુર્વેદ લિમિટેડે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે તેને 14 ઉત્પાદનના વેચાણ પર રોક લગાવી દીધી છે જેના નિર્માણ લાઇસન્સ ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ પ્રાધિકરણે એપ્રિલમાં સસ્પેન્ડ કર્યા હતા. કંપનીએ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠને જણાવ્યું હતું કે તેને 5,606 ફ્રેન્ચાઇઝી સ્ટોરને તે ઉત્પાદનને પરત લેવાનો આદેશ આપ્યો છે. તે બાદ બેન્ચે પતંજલિ આયુર્વેદને એક એફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ આપ્યો હતો. 

આ સમાચાર શેર કરો