Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Superstar Thalapathy Vijay's entry into politics, launched the party's flag and anthem

સુપરસ્ટાર થલાપતિ વિજયની રાજકારણમાં એન્ટ્રી, પાર્ટીનો ફ્લેગ અને એન્થમ લૉન્ચ કર્યું

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2024
લાઇવ ટીવીGoogle News
સુપરસ્ટાર થલાપતિ વિજયની રાજકારણમાં એન્ટ્રી, પાર્ટીનો ફ્લેગ અને એન્થમ લૉન્ચ કર્યું

સાઉથ એક્ટર થલાપતિ વિજયે ચેન્નાઇમાં પોતાની પાર્ટી તમિઝગા વેત્રી કડગમ (TVK)ના ઝંડા અને ચૂંટણી ચિન્હનું અનાવરણ કર્યું હતું.

App Store

વિજયે 2 ફેબ્રુઆરી 2024માં તમિલનાડુમાં તમિઝગા વેત્રી કડગમ નામથી રાજકીય પાર્ટી લૉન્ચ કરી હતી જેનો હિન્દીમાં અર્થ તમિલનાડુ વિજય પાર્ટી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વિજયની પાર્ટી 2026માં વિધાનસભા ચૂંટણી લડશે.

તમિલનાડુના રાજકારણમાં ફિલ્મી સ્ટારનો પ્રવેશ એક જાણીતો રસ્તો છે. એમ.જી.ચામચંદ્રન (એમજીઆર)થી લઇને જયલલિતા સુધી અને શિવાજી ગણેશનથી લઇને રજનીકાંત, કમલ હાસન અને વિજયકાંત સુધી કેટલાક દિગ્ગજ અભિનેતા સિલ્વર સ્ક્રીનથી રાજકારણમાં આવી ચુક્યા છે.

પોતાનું જીવન તમિલનાડુના લોકોને સમર્પિત કરવા માંગે છે વિજય

વિજય વર્તમાનમાં તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી સફળ અભિનેતામાંથી એક છે. ખાસ કરીને યુવાઓ અને મહિલાઓ વચ્ચે તે ફેમસ છે. ઝંડા લોન્ચ કાર્યક્રમમાં વિજયે સભાને સંબોધિત કરતા કહ્યું કે પાર્ટી જલદી એક વિશાળ સમ્મેલનનું આયોજન કરશે. જ્યાં તે ટીવીકેના સિદ્ધાંતો અને લક્ષ્યોની રૂપરેખા રજૂ કરશે. થલાપતિ વિજયે કહ્યું કે તે પોતાનું જીવન તમિલનાડુના લોકો માટે સમર્પિત કરવા માંગે છે.