Video: ખાંડ મોંઘી પણ શેરડીના ભાવ ઠેરના ઠેર: રોષે ભરાયેલા ખેડૂતોનું શક્તિપ્રદર્શન!

સોર્સ: gstv

એક બાજુ ખાંડનો ભાવ આસમાને પહોંચ્યો છે. જો કે બીજી બાજુ ખેડૂતોને શેરડીના પુરતા ભાવ ન મળતા હોવાનો આરોપ છે. ભાવ વઘારની માંગ સાથે  મધ્ય પ્રદેશ, હરિયાણા અને કર્ણાટકના ખેડૂતો વિરોધમાં ઉતર્યા છે.. આ ખેડૂતોની માંગ છે ફેક્ટરીઓ પ્રતિ ક્વિન્ટલે 600 રૂપિયા ખેડૂતોને ચુકવે...

દિવાળી પુરી થવાની સાથે દેશના જુદા જુદા રાજ્યમાં ખેડૂતો વિરોધમાં ઉતર્યા છે. એલ નીનો અને ઓછા ઉત્પાદનને કારણે શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થતા ખાંડના ભાવમાં બેફામ વધારો થયો છે.. જો કે સામે ઉત્પાદન ઓછું હોવા છતાં પણ ખેડૂતોને શેરજા પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. દેશના જુદા જુદા ભાગમાં શેરડીની મીલોએ પ્રતિ ક્વિન્ટલ શેરડીનો ભાવ 410થી 460 સુધી જ રાખતા ખેડૂતો આંદોલનનાં માર્ગે નિકળ્યા છે.. દેશભરના ખેડૂતોની માંગ છે કે ખાંડ ફેક્ટરીઓ 60 રૂપિયા કિલો ખાંડ વેચી રહી છે. આ રીતે જોતા ખેડૂતોને રૂપિયા 600થી 650થી પ્રતિ ક્વિન્ટલ સુધીનો ભાવ મળવો જોઇએ. પણ આ ભાવ ખેડૂતોને મળતો નથી. આ કારણે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. મદ્ય પ્રદેશના નરસિંહપુરા જિલ્લામાં શરેડી પકવતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. આ ખેડૂતોની માગ હતી કે તેઓ પ્રતિ ક્વિન્ટન 450 રૂપિયા ચુકવવામાં આવે છે. ફેકટરી અને વેપારીઓ ભારે નફો મેળવી રહ્યા છે પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી. ખેડૂતોની માગ છે કે સરકાર ફેક્ટરીઓ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટન 600 રૂપિયા ચૂંકવે. આ માંગ સાથે ખેડૂતો ભોપાલ પહોંચ્યા હતા. તેમણે માંગ કરી હતી કે સરકાર જલ્દીથી ખેડૂતોની માંગ સ્વીકારે.જો માંગ નહી સ્વિકારે તો મોટું આંદોલન થશે. 

જાહેરાત

મધ્ય પ્રદેશની જેમ હરિયાણાના જિંદમાં પણ ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. ભારતીય કિશાન યુનિયનના નેજા હેઠળ ખેડૂતોએ આંદોલન કર્યું હતું. ખેડૂતોની માંગ છે 650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવે. બીકેયુએ આ મદ્દે જિંદ અને રાજ્યના જુદા જુદા ભાગમાં વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. યુનિયને માંગ કરી હતી કે જો સરકાર અને કંપનીઓ ભાવ નહીં વધારે તો શેરડી આપવાનું બંધ કરી દેવામાં આવશે. અને ફેક્ટરીના પ્રાંગણમાં જ આંદોલન કરવમાં આવશે. ભારતીય કિશાન યુનિયનની જાહેરાત બાદ હરિયાણાં ખેડૂતની માંગ ઉગ્ર બની છે.

મધ્ય પ્રદેશ અને હરિયાણા બાદ કર્ણાટકમાં પણ શેરડી પકવતા ખેડૂતો ભાવ વધારાના મુદ્દા રસ્તા પર ઉતર્યા હતા.  આ ખેડૂતીની માગ પણ મધ્ય પ્રદેશ અને હરિયાણાના ખેડૂતોની જેમ શેરડીના પ્રતિ ક્વિન્ટલ 600થી 650 રૂપિયા કરવાની છે. કર્ણાટકના હવેરીમાં ખેડૂતો આંદોલન ઉપર ઉતરી આવ્યા હતા. ખેડૂતોની માંગ હતી કે ખાતર, પાણી અને બિયારણના ભાવ વધી ગયા છે. માટે ખેતીમાં ખર્ચ વધ્યો છે.. વળી આ વર્ષે અલ નીનોની અસરને કારણે શેરડીનું ઉત્પાદન બહુ ઓછું થયું છે.. આ કારણે ગોળ અને ખાંડનો ભાવ વધ્યો છે પણ ખેડૂતોનું વળતર એમને એમ છે. આ માંગ સાથે ખેડૂતો સુગરકેન કમિશનની ઓફિસનો ઘેરાવ પણ કર્યા હતો. ખેડૂતોએ માંગ કરી હતી કે જો આમારી માંગણી નહીં સંતોષાય તો થોડા દિવસોમાં આંદોલન મોટું કરવામાં આવશે. આમ શેરડીના ખેડૂતો દેશભરમાં ભારે વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે કે જો માંગણી નહીં સંતોષાય તો આંદોલન મોટું થશે.

---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત