Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Student touched wrongly in moving bus, serious allegation against Congress MLA

VIDEO: ચાલતી બસમાં વિદ્યાર્થિનીને ખોટી રીતે સ્પર્શ કર્યો, કોંગ્રેસ ધારાસભ્ય પર ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તેલંગાણામાં વિપક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) દ્વારા શાસક પક્ષ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. BRS નેતાઓનો આરોપ છે કે ઇબ્રાહિમપટ્ટનમના કોંગ્રેસ ધારાસભ્ય માલેરેડ્ડી રંગા રેડ્ડીએ ચાલુ સરકારી બસમાં મુસાફરી કરી રહેલી એક વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન કર્યું અને તેને ખોટી રીતે સ્પર્શ કર્યો.

App Store

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં વિવાદ વધ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ધારાસભ્ય માલેરેડ્ડી રંગા રેડ્ડી બસમાં બે વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરતા નજરે પડે છે. તેઓ કોંગ્રેસ સરકારની મહિલાઓ માટેની મફત બસ યોજના ‘મહાલક્ષ્મી’ અંગે ચર્ચા કરી રહ્યા હતા. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 1 વર્ષથી આ યોજનાનો લાભ લઈ રહી છે અને તેનાથી વાર્ષિક આશરે 45,000 રૂપિયાની બચત થઈ રહી છે. વાતચીત દરમિયાન ધારાસભ્ય વિદ્યાર્થિનીનો હાથ પકડતા જોવા મળ્યા, જેને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે.

BRS નેતાએ કેસ દાખલ કરવા અને સમન્સ પાઠવવા કરી માંગ

વીડિયો સામે આવ્યા બાદ BRS નેતા આર. એસ. પ્રવીણ કુમારે આકરો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે ધારાસભ્યને વિદ્યાર્થિનીનો હાથ પકડવાની કે અયોગ્ય સ્પર્શ કરવાની શું જરૂર હતી? આ મહિલાના સન્માનને ઠેસ પહોંચાડવા સમાન ગુનો છે. તેમણે રાજ્ય મહિલા આયોગ પાસે ધારાસભ્યને સમન્સ પાઠવવાની માંગ કરી છે. આ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પૂછ્યું કે સુરક્ષા માટેની SHE ટીમો ક્યાં છે? કંડક્ટરની ફરિયાદના આધારે ધારાસભ્ય સામે કાયદેસર ગુનો નોંધાવો જોઈએ.

તમામ આરોપો પાયાવિહોણા : ધારાસભ્યની સફાઈ

 તેલંગાણામાં વિપક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) દ્વારા શાસક પક્ષ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. BRS નેતાઓનો આરોપ છે કે ઇબ્રાહિમપટ્ટનમના કોંગ્રેસ ધારાસભ્ય માલેરેડ્ડી રંગા રેડ્ડીએ ચાલુ સરકારી બસમાં મુસાફરી કરી રહેલી એક વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન કર્યું અને તેને ખોટી રીતે સ્પર્શ કર્યો.

ટોપિક્સ:GSTV NewsGujarati News