મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોલેજે કેમ્પસમાં હૃદયદ્રાવક ઘટના, ત્રીજા માળેથી કૂદીને વિધાર્થીએ કરી આત્મહત્યા

નારાયણ કોલેજના એક વિદ્યાર્થીએ વર્ગ દરમિયાન ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લી

કોલેજે કેમ્પસમાં હૃદયદ્રાવક ઘટના, ત્રીજા માળેથી કૂદીને વિધાર્થીએ કરી આત્મહત્યા

નારાયણ કોલેજના એક વિદ્યાર્થીએ વર્ગ દરમિયાન ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આંધ્રપ્રદેશની એક કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ ચોંકાવનારી ઘટના કોલેજના સુરક્ષા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નારાયણ કોલેજના આ વિદ્યાર્થીએ સવારે લગભગ 10:15 વાગ્યે અચાનક વર્ગની વચ્ચે આવીને આ પગલું ભર્યું. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે વર્ગખંડમાંથી બહાર નીકળ્યા પછી, વિદ્યાર્થી ઇમારતની રેલિંગ પાસે ગયો અને કૂદી પડ્યો.

કારણ હજુ અકબંધ, તપાસ ચાલુ

આ ઘટના પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીએ આત્મહત્યા જેવું ગંભીર પગલું કેમ ભર્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ઘટનાના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. વધુમાં, વિદ્યાર્થીના પરિવાર અને મિત્રો સાથે વાત કરીને માનસિક સ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો