Video: લોકસભાની બેઠકો વધારવાની પ્રક્રિયાથી દક્ષિણ ભારતના હિતોને અસર થવાની આશંકાઃ રાહુલ ગાંધી

ચેન્નાઈમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત ઈન્ડિયા ગઠબંધનના નેતાઓની સીમાંકન બિલના મુદ્દે બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠક નિષફળ રહી. સ્ટાલિન પોતના વલણ પર અડગ રહ્યા અને સીમાંકન બિલ મુદ્દે કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું. મુલાકાત બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે લોકસભાની બેઠકો વધારીને 850 કરવાની અને સીમાંકન પ્રક્રિયાની અસર દક્ષિણ ભારત, ખાસ કરીને તમિલનાડુ પર પડી શકે છે. રાહુલ ગાંધીએ ભાજપ પર સીમાંકનના માધ્યમથી દેશના મતવિસ્તારોનું સ્વરૂપ બદલવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમણે સ્ટાલિનને તમિલનાડુના હિતોનું રક્ષણ કરવા અપીલ કરી હતી.
જાહેરાત







