Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Spurious Liquor Tragedy in Nagaland 19 Deaths in Two Days

નાગાલેન્ડમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી 19ના મોત, SITએ તપાસ શરૂ કરી; હજારો દારૂની બોટલો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
નાગાલેન્ડમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી 19ના મોત, SITએ તપાસ શરૂ કરી; હજારો દારૂની બોટલો જપ્ત
સોર્સ : gstv

નાગાલેન્ડ રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 19 લોકોના મોત નીપજ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

App Store

પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના

રાજ્યમાં 1990થી દારૂબંધીનો કાયદો લાગુ હોવા છતાં આ ગેરકાયદેસર દારૂ ક્યાંથી આવ્યો અને તેની સપ્લાય ચેઈન કઈ છે તેની તપાસ કરવા માટે પોલીસે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોકોકચુંગ જિલ્લામાં 8 લોકો અને તુએસાંગ જિલ્લામાં 11 લોકોના શંકાસ્પદ દારૂના સેવનથી મોત થયા છે.

સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા, 19 લોકોની ધરપકડ

વરિષ્ઠ પોલીસ અધિક્ષક વેસુપ્રા કેઝોએ જણાવ્યું હતું કે, SITની ટીમ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે દારૂના સેમ્પલ ગુવાહાટી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ મામલે પોલીસે સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં 19 લોકોની ધરપકડ કરી છે અને અંદાજે 3000 જેટલી દારૂની બોટલો જપ્ત કરી છે.

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વિશેષ ચેતવણી

આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા લોકોને અજાણ્યા વગર લેબલવાળા અથવા શંકાસ્પદ ગેરકાયદેસર દારૂનું સેવન ન કરવાની કડક સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ દારૂ પીધા બાદ ચક્કર આવવા, આંખે અંધારા આવવા, શ્વાસ લેવામાં તકલીફ કે બેભાન થવા જેવા લક્ષણો અનુભવે, તો તાત્કાલિક ધોરણે તબીબી સહાય લેવા અપીલ કરવામાં આવી છે.

ટોપિક્સ:nagalandindia newsgstv newsgstv